Connect Gujarat
સ્પોર્ટ્સ

રણજી ટ્રોફીમાં પણ કોરોના,બંગાળના 6 સહિત કુલ 7 ખેલાડીઓ પોઝિટિવ

રણજી ટ્રોફીની નવી સિઝનના પ્રારંભ અગાઉ જ બંગાળ ટીમના 6 ખેલાડી સહિત 7 લોકો કોરોના સંક્રમિત

રણજી ટ્રોફીમાં પણ કોરોના,બંગાળના 6 સહિત કુલ 7 ખેલાડીઓ પોઝિટિવ
X

ડોમેસ્ટિક ક્રિકેટ પર ફરીવાર કોરોના સંકટનું જોખમ જોવા મળી રહ્યુ છે. રણજી ટ્રોફીની નવી સિઝનના પ્રારંભ અગાઉ જ બંગાળ ટીમના 6 ખેલાડી સહિત 7 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તમામ કોરોના સંક્રમિતોને આઈસોલેટ કરાયા છે. જેના કારણે ખેલાડીઓની તૈયારીઓ પર અસર થશે. આ દરમિયાન મુંબઈ વિરુદ્ધ યોજાનાર પ્રેક્ટિસ મેચ પણ રદ કરવામા આવી છે.જોકે બંગાળની ટીમ બીજી પ્રેક્ટિસ મેચમાં રમશે કે નહીં તે હજુ સામે આવ્યું નથી.

બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી)ના સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીએ કહ્યું કે,'કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખતા તમામ ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાંથી અમુકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમે પ્રોટોકોલ ફોલો કરી રહ્યા છીએ.'રણજી ટ્રોફીની નવી સિઝનનો 13 જાન્યુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. ગ્રૂપ-બીમાં બંગાળ ઉપરાંત વિદર્ભ, રાજસ્થાન, કેરળ, હરિયાણા અને ત્રિપુરાની ટીમ સામેલ છે. બંગાળની પ્રથમ મેચ 13 જાન્યુઆરીથી બેંગલુરુમાં ત્રિપુરા સામે છે. 2019માં યોજાયેલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં બંગાળ અને સોરાષ્ટ્ર વચ્ચેની મેચ ડ્રો રહી હતી. પ્રથમ ઈનિંગ્સની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની હતી. 2020-21માં કોરોનાને કારણે ટૂર્નામેન્ટનું આયોજન કરાયું નહોતું.

Next Story