Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ 2022 : સુપર-ફોર મેચમાં ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકા સામે ટકરાશે

એશિયા કપ 2022ની સુપર-ફોર મેચમાં ટીમ ઈન્ડિયા આજે (6 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે ટકરાશે.

એશિયા કપ 2022 : સુપર-ફોર મેચમાં ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકા સામે ટકરાશે
X

એશિયા કપ 2022ની સુપર-ફોર મેચમાં ટીમ ઈન્ડિયા આજે (6 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાન સામેની હાર બાદ ભારત માટે આ કરો યા મરોની લડાઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ એશિયા કપની ફાઇનલમાં પહોંચવા માટે આ મેચ જીતવી જરૂરી છે.

પાકિસ્તાન સામેની મેચમાં રોહિત, કેએલ રાહુલ અને વિરાટ કોહલી ત્રણેયએ આક્રમક બેટિંગ કરી હતી. કોહલી ભલે તેના શ્રેષ્ઠ ફોર્મમાં ન હોય, પરંતુ રવિવારે તેણે સંકેત આપ્યો કે તે તે દિશામાં આગળ વધી રહ્યો છે. એશિયા કપમાં સતત બીજી અડધી સદી ફટકાર્યા બાદ તેણે તેના ટીકાકારોને પણ ચૂપ કરી દીધા છે.

ટીમમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિક વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. પાકિસ્તાન સામેની મેચમાં દિનેશ કાર્તિકના બદલે દીપક હુડાને ટીમમાં સામેલ કર્યો છે. જોકે કાર્તિકને પ્રથમ બે મેચમાં માંડ માંડ બેટિંગ કરવાની તક મળી હતી, પરંતુ ચાહકો તેને બહાર રાખવાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારત પાસે બોલિંગમાં વધુ વિકલ્પો નથી. ફાસ્ટ બોલિંગમાં વિકલ્પોના અભાવને કારણે ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહનું સ્થાન પણ નિશ્ચિત છે. હવે જોવાનું એ રહેશે કે યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈ વચ્ચે ટીમ મેનેજમેન્ટ કોને તક આપે છે.

Next Story