Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ 2023 : ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 51 રને હરાવ્યું, ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે મેચ

એશિયા કપ 2023 : ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 51 રને હરાવ્યું, ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે મેચ
X

ભારત A એ મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ની સેમિફાઇનલમાં બાંગ્લાદેશ A ને 51 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશ Aની ટીમ 160 રનના સ્કોર પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. હવે ફાઇનલમાં ભારત Aનો મુકાબલો પાકિસ્તાન A સાથે થશે. પાકિસ્તાન A એ પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A ને 60 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે નિશાંત સિંધુએ સેમીફાઈનલમાં 5 વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારત A એ 49.1 ઓવરમાં 211 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન યશ ધૂલે કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 85 બોલમાં 66 રન બનાવ્યા હતા. યશે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. અભિષેક શર્માએ 63 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઓપનર સાઈ સુદર્શને 24 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. રિયાન પરાગ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 12 રન બનાવીને આઉટ થયો હતો. નિકિન જોસે 17 રનનું યોગદાન આપ્યું હતું. માનવ સૂધરે 21 રનની ઇનિંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

Next Story