ICC ટી-20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની કરાઇ જાહેરાત

Featured | સ્પોર્ટ્સ | સમાચાર , આઇસીસી ટી-20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કેપ્ટનશીપ એલિસા હીલીના હાથમાં રહેશે.

New Update
8$largeimg26_

આઇસીસી ટી-20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કેપ્ટનશીપ એલિસા હીલીના હાથમાં રહેશે. ઓક્ટોબરમાં રમાનાર આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. પહેલા મહિલા ટી-20 વર્લ્ડકપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો પરંતુ હવે તેની યજમાની યુએઈમાં થવાની છે. રાજકીય ઉથલપાથલના કારણે તેને શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Advertisment

ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 3 થી 20 ઓક્ટોબર દરમિયાન થવાનું છે. છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં વિસ્ફોટક પ્રદર્શન કરનાર સ્ટાર ખેલાડી એલિસા હિલીને ટીમમાં સ્થાન મળ્યું નથી. સ્પિનર ​​ફોબી લિચફિલ્ડ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બની છે. ટાયલા વ્લામિક, સોફી મોલિનેયુક્સ અને ડાર્સી બ્રાઉને પણ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

T20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા (વાઈસ-કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, એલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસ પેરી, મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેયરહમ, ટેયલા વ્લામિન્ક                                                                             

 

Advertisment