Connect Gujarat
સ્પોર્ટ્સ

પિતા શેન વોર્નને યાદ કરીને દીકરી ભાવુક થઈ, MCGમાં દેખાડવામાં આવ્યો રાજસ્થાન રોયલ્સનો ધ્વજ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર શેન વોર્નના નિધનને એક મહિનો થઈ ગયો છે. અને આજે એટલે કે 30 માર્ચે મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેન વોર્નને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

પિતા શેન વોર્નને યાદ કરીને દીકરી ભાવુક થઈ, MCGમાં દેખાડવામાં આવ્યો રાજસ્થાન રોયલ્સનો ધ્વજ
X

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર શેન વોર્નના નિધનને એક મહિનો થઈ ગયો છે. અને આજે એટલે કે 30 માર્ચે મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેન વોર્નને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. શેન વોર્નને હજારો દર્શકો, ક્રિકેટ અને અન્ય ક્ષેત્રોની સેંકડો હસ્તીઓ વચ્ચે યાદ કરવામાં આવ્યો હતો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વોર્નને શ્રદ્ધાંજલિ આપવા માટે દિગ્ગજ ક્રિકેટરો આવ્યા હતા. બ્રાયન લારા, માર્ક ટેલર, એલન બોર્ડર, મર્વ હ્યુજીસ, નાસિર હુસૈન સહિત અન્ય ક્રિકેટરોને અહીં પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમણે શેન વોર્ન સાથે જોડાયેલી અલગ-અલગ યાદો વિશે ચર્ચા કરી હતી.

અહીં માત્ર ક્રિકેટર્સ જ નહીં હોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. કાઈલી મિનોગ અને હ્યુ જેકમેનનો એક વિડિયો સંદેશ અહીં ચલાવવામાં આવ્યો હતો જેમાં બંનેએ પ્રદર્શન કર્યું હતું અને શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપી હતી. શેન વોર્નની પુત્રી સમર જેક્સને અહીં તેના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન સમર જેક્સન સ્ટેજ પર જ ભાવુક થઈ ગયી અને રડવા લાગી હતી. બ્રુકે કહ્યું કે તમે (શેન) અમને છોડ્યાને 26 દિવસ થઈ ગયા છે, હું કહી શકતી નથી કે હું તમને કેટલો પ્રેમ કરું છું. શેન વોર્નના ત્રણ બાળકો બ્રુક, જેક્સન અને સમરે અહીં તેમના પિતાને યાદ કર્યા.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપવામાં આવેલી વિદાયમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ હાજર રહ્યા હતા. વિક્ટોરિયા રાજ્યની સરકાર અને ઑસ્ટ્રેલિયાની સરકારે રાજ્ય સન્માન સાથે શેન વોર્નને વિદાય આપી હતી. MCGમાં જ્યાં શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાં રાજસ્થાન રોયલ્સનો ધ્વજ પણ લગાવવામાં આવ્યો હતો. શેન વોર્નની કપ્તાની હેઠળ રાજસ્થાન રોયલ્સે IPL 2008નું ટાઇટલ જીત્યું હતું જે પ્રથમ ટુર્નામેન્ટ હતી.

Next Story