Connect Gujarat
સ્પોર્ટ્સ

દિલ્હી: ખેલ મંત્રાલયે ખેલ રત્ન સહિત અર્જુન એવોર્ડની કરી જાહેરાત, વાંચો કોને મળશે સન્માન

દિલ્હી: ખેલ મંત્રાલયે ખેલ રત્ન સહિત અર્જુન એવોર્ડની કરી જાહેરાત, વાંચો કોને મળશે સન્માન
X

ખેલ મંત્ર્યાલયે ખેલ રત્ન સહિત અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલા ખેલાડીઓની જાહેરાત કરી છે. ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતવાવાળા એથલીટ નીરજ ચોપડાને આ વર્ષે ખેલ રત્ન પુસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

નીરજ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને ફુટબોલ ટીમનો કેપ્ટન સુનીલ છેત્રી સહિત 10 અન્યને પણ દેશના પ્રતિષ્ઠિત ખેલ રત્ન માટે પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ શિખર ધવન સહિત 35 ખેલાડીઓની અર્જુન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

આ વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે આ વખતે એવોર્ડ્સ આપવામાં મોડું થયું છે. આ પહેલીવાર છે જ્યારે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 5 ખેલાડીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વખતે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓએ જલવો દેખાડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર નીરજ સહિત 4 મેડલ વિજેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ટોક્યો પેરાલિમ્પિક્સના ઘણા વિજેતાઓમાંથી 5 ખેલાડીઓને આ વખતે સન્માનિત કરવામાં આવશે. 11 ખેલ રત્ન ઉપરાંત, રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે તૈયાર કરાયેલ સમિતિએ 35 અર્જુન પુરસ્કારોની પણ જાહેરાત કરી હતી.

ખેલાડીઓના નામ

નીરજ ચોપરા-એથ્લેટિક્સ

રવિ દહિયા-કુસ્તી

શ્રીજેશ-હોકી

લોવિલિના બોક્સિંગ

સુનીલ છેત્રી-ફૂટબોલ

મિતાલી રાજ-ક્રિકેટ

પ્રમોદ ભગત-પેરાબેડમિન્ટન

સુમિત અંગુલ-એથ્લેટિક્સ

અવની લેખરા-પેરાશૂટિંગ

કૃષ્ણા નગર-પેરાબેડમિન્ટન

એમ નરવાલ-પેરાશૂટિંગ

Next Story