Connect Gujarat
સ્પોર્ટ્સ

ICC ટેસ્ટ રેંકિંગ: વિરાટ કોહલી સાતમાં ક્રમે, બોલરમાં રવિચંદ્ર અશ્વિન બીજા સ્થાને યથાવત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારે નુકસાન થયુ છે.

ICC ટેસ્ટ રેંકિંગ: વિરાટ કોહલી સાતમાં ક્રમે, બોલરમાં રવિચંદ્ર અશ્વિન બીજા સ્થાને યથાવત
X

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારે નુકસાન થયુ છે. તે એક સ્થાનના નુકસાન સાથે સાતમા ક્રમાકે સરકી ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમનાર કોહલી છઠ્ઠા સ્થાને હતો પરંતુ હવે 756 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. જો કે ભારતનો રોહિત શર્મા પાંચમા સ્થાને યથાવત છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેને એશિઝ શ્રેણીમાં તેના શાનદાર ફોર્મને કારણે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને બદલે વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો છે. એશિઝ સિરીઝમાં અત્યાર સુધી રમાયેલી બે મેચમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે લાબુશેન પ્રથમ વખત બેટ્સમેનોની ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે.

કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 912 રેટિંગ પોઈન્ટ્સ સાથે, તેણે રૂટ (897 પોઈન્ટ)ને બીજા સ્થાને ધકેલવામાં સફળ રહ્યો.માર્નસ લેબુશેન શ્રેણી પહેલા તે ચોથા ક્રમે હતો પરંતુ બ્રિસ્બેનમાં રમાયેલ એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતમાં 74 રન બનાવ્યા બાદ બે સ્થાન ઉપર આવીને બીજા સ્થાને પહોંચી ગયો હતો. ત્યાર બાદ, એડિલેડમાં તેણે એક સદી અને અડધી સદી (103 અને 51) ફટકારી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 275 રનથી હરાવી એશિઝ શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. લેબુશેન અને કોહલી સિવાય ટેસ્ટ બેટ્સમેનોની ટોપ-10 રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. બોલરોમાં રવિચંદ્રન અશ્વિન હજુ પણ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પછી બીજા સ્થાને છે. બીજી તરફ, કમિન્સનો સાથી ખેલાડી મિચેલ સ્ટાર્ક બીજી ટેસ્ટમાં 6/80 (પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ)ના પ્રદર્શન સાથે ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોચના 10 બોલરોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. તે નવમા સ્થાને પહોંચી ગયો છે. એડિલેડમાં ન રમનાર જોશ હેઝલવુડને એક ક્રમાક પાછળ ધકેલાયો છે. તે હવે પાંચમા નંબર પર આવી ગયો છે. તેનું સ્થાન ટિમ સાઉથીએ લીધું છે, જે ચોથા નંબરે પહોંચી ગયો છે.

Next Story