ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. એજબેસ્ટન ખાતે રવિવારે (7 ઓગસ્ટ) રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા 9 રને હારી ગઈ હતી.
આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 8 વિકેટે 161 રન બનાવી શકી હતી. ટીમ માટે બેથ મૂનીએ 41 બોલમાં સૌથી વધુ 61 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતીય ટીમ 19.3 ઓવરમાં 152 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે 43 બોલમાં 65 રનની શાનદાર ઈનિંગ રમી, પરંતુ તે ટીમને જીત અપાવી શકી નહીં. આ હાર સાથે ભારતીય ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમ આસાનીથી જીતી શકી હોત, પરંતુ ત્રણ મોટી ભૂલોએ આ સરળ મેચને મુશ્કેલ બનાવી દીધી હતી અને ત્યારબાદ વધતા દબાણને કારણે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.