Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs ENG હાર્દિક પંડ્યા સામે ઇંગ્લિશ ટીમ લાચાર !ઓલરાઉન્ડ પર્ફોર્મરન્સથી અપાવી જીત, પ્રથમ ટી-20 માં ભારતનો 50 રને વિજય

સાઉથમ્પટનમાં રમાયેલી ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા

IND vs ENG હાર્દિક પંડ્યા સામે ઇંગ્લિશ ટીમ લાચાર !ઓલરાઉન્ડ પર્ફોર્મરન્સથી અપાવી જીત, પ્રથમ ટી-20 માં ભારતનો 50 રને વિજય
X

સાઉથમ્પટનમાં રમાયેલી ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જેમાં હાર્દિક પંડ્યાએ 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રનમાં સમેટાઈ ગઈ હતી. બેટિંગ પછી, હાર્દિકે બોલિંગમાં પણ ધૂમ મચાવી હતી અને ચાર ઓવરના ક્વોટામાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને 50 રનથી કારમો પરાજય આપ્યો.

આ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં રનના હિસાબે સૌથી મોટી જીત છે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં રમાયેલા 2009ના વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 25 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડયાએ કર્યા. તેને 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી. તો સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ મોઈન અલી અને ક્રિસ જોર્ડેને લીધી. બંનેએ 2-2 વિકેટ લીધી. જ્યારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ભારતનો ભવ્ય વિજય થયો. હાર્દિક પંડ્યાએ બેટિંગ દરમિયાન 33 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જે બાદ ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન એક જ ઓવરમાં બે ઈંગ્લિશ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દેવામાં આવ્યા હતા. 5મી ઓવરના બીજા બોલ પર હાર્દિકે ડેવિડ મલાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે જ સમયે ઓવરના છેલ્લા બોલ પર લિયામ લિવિંગસ્ટોન દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી 7મી ઓવરમાં તેણે ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો આપ્યો અને જેસન રોયને પણ પેવેલિયન મોકલી દીધો.

Next Story