Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SA : દક્ષિણ આફ્રિકાએ પહેલી વનડેમાં ભારતને 31 રનથી પરાજય આપ્યો

સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતને 31 રનથી હાર આપી હતી. આ સાથે સાઉથ આફ્રિકાએ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી

IND vs SA : દક્ષિણ આફ્રિકાએ પહેલી વનડેમાં ભારતને 31 રનથી પરાજય આપ્યો
X

સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતને 31 રનથી હાર આપી હતી. આ સાથે સાઉથ આફ્રિકાએ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. 297 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 265 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શિખર ધવને 79, વિરાટ કોહલીએ 51 અને શાર્દુલ ઠાકુરે અણનમ 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી એનગિજી, તબરેઝ શમ્સી અને ફેબલુકવાયોએ બે-બે વિકેટ ઝડપી હતી.

297 રનનો ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રાહુલની વિકેટ જલદી ગુમાવ્યા બાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ ઈનિંગ સંભાળી હતી. શિખર ધવનના 79 રન અને વિરાટ કોહલીની ફિફ્ટીથી ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું. જોકે, મિડલ ઓર્ડરમાં રિષભ પંત, શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયર નિષ્ફળ રહેતા ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

Next Story