Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs WI : ત્રીજી T20માં ભારતનો 17 રને વિજય, વેસ્ટઇન્ડીઝને ક્લીન સ્વીપ કર્યો, 3-0થી સીરીઝ જીતી

ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 17 રનથી હરાવી સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે.

IND vs WI : ત્રીજી T20માં ભારતનો 17 રને વિજય, વેસ્ટઇન્ડીઝને ક્લીન સ્વીપ કર્યો, 3-0થી સીરીઝ જીતી
X

ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 17 રનથી હરાવી સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. ODI બાદ હવે ભારતે T20 શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી લીધું છે. ટીમ માટે સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી. જ્યારે વેંકટેશ અય્યરે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 167 રન જ બનાવી શકી હતી. ટીમ માટે નિકોલસ પૂરને સારી ઇનિંગ રમી હતી. તેણે 47 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે રોવમેન પોવેલે 14 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બોલિંગ કરતા દીપક ચહરે 2 વિકેટ ઝડપી હતી. તેણે 1.5 ઓવરમાં 15 રન આપ્યા. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને મેદાન છોડવું પડ્યું. વેંકટેશ અય્યરે 2.1 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. ડેબ્યૂ મેચ રમનાર અવેશ ખાનને એક પણ વિકેટ મળી ન હતી. જ્યારે હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 31 બોલમાં 65 રન બનાવ્યા હતા. જ્યારે વેંકટેશ અય્યરે 19 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. વેંકટેશે આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. ઓપનર ઈશાન કિશને 34 અને શ્રેયસ અય્યરે 25 રનનું યોગદાન આપ્યું હતું.

Next Story