Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતીય ટીમના સ્પિનર કૃણાલ પંડ્યા નુ ટ્વીટર એકાઉન્ટ હેક, વાંચો હેકરે શું કરાઇ પોસ્ટ

ભારતીય ટીમના સ્પિનર કૃણાલ પંડ્યા નુ ટ્વીટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવ્યા છે.

ભારતીય ટીમના સ્પિનર કૃણાલ પંડ્યા નુ ટ્વીટર એકાઉન્ટ હેક, વાંચો હેકરે શું કરાઇ પોસ્ટ
X

ભારતીય ટીમના સ્પિનર કૃણાલ પંડ્યા નુ ટ્વીટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવ્યા છે. આજે સવારે એટલે કે ગુરુવારે એકાઉન્ટ હેક થયાની જાણ થઇ હતી. તો વળી હેક કરનારાએ તેના એકાઉન્ટ પર થી અનેક પોસ્ટ પણ કરી દીધી છે અને જે જોઇને કૃણાલ પંડ્યાના ચાહકો પણ આશ્વર્યમાં પડ્યા હતા.

જોકે તેનુ એકાઉન્ટ બીટકોઇન માટે વેચવા માટે મુક્યુ હોવાની પોસ્ટ જોઇ ખ્યાલ આવ્યો હતો કે એકાઉન્ટ હેક થઇ ચુક્યુ છે. હાલમાં કૃણાલ પંડ્યા અને તેનો ભાઇ હાર્દિક પંડ્યા ભારતીય ટીમ થી બહાર જોવા મળી રહ્યા છે. તો વળી આઇપીએલ માટે પણ કૃણાલ હવે આગામી સિઝનમાં નવી ટીમમાં જોવા મળશે.

કૃણાલ પંડ્યા તરફ થી હજુ કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા હેકિંગને મામલે સામે આવી નથી. જોકે આ દરમિયાન હેકરે પણ કૃણાલ પંડ્યાના એકાઉન્ટ પર થી એક બાદ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં બીટ કોઇનને લઇને પણ પોસ્ટ કરવામાં આવી હતી. તો વળી સોશિયલ મીડિયાના તેના ફેન દ્વારા પણ હેકરની પોસ્ટ પર જુદી જુદી પ્રતિક્રિયાઓ પોસ્ટ થવા લાગી છે.

Next Story