Connect Gujarat
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 10 વિકેટથી ભારતનો ભવ્ય વિજય, શ્રેણીમાં 1-0ની આગળ

પહેલી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી પરાજય આપીને શુભ શરુઆત કરી છે. ભારતની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડ 25 ઓવરમાં 110 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું.

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 10 વિકેટથી ભારતનો ભવ્ય વિજય, શ્રેણીમાં 1-0ની આગળ
X

પહેલી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી પરાજય આપીને શુભ શરુઆત કરી છે. ભારતની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડ 25 ઓવરમાં 110 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું.

ઈંગ્લેન્ડની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરી હતી. પરંતુ ઈંગ્લેન્ડના ક્રિકેટરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગનો શિકાર બન્યા હતા. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીને સાવ સસ્તામાં આઉટ કરાવી દીધી હતી. એટલું જ નહી પરંતુ જસપ્રીત બુમરાહે સૌથી વધારે 6 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડના ક્રિકેટરોને ચાલવા દીધા નહોતા. 26 ઓવર આવતા આવતા તો ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ હતી તેવી બોલિંગ ભારતીય બોલર્સે નાખી હતી. આથી ઈંગ્લેન્ડની ટીમે 25 ઓવરમાં ફક્ત 110 રન જ બનાવી શકી હતી.

111 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાની ઓપનિંગ જોડીએ પણ તરખાટ મચાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ શાનદાર રમત રમીને અડધી સદી ફટકારી હતી અને શિખર ધવને પણ 31 રન ફટકાર્યાં હતા.

Next Story