Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની બીજી જીત, ગુજરાત ટાઈટન્સને 5 રનથી હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે ગુજરાત ટાઇટન્સને 5 રનથી હરાવ્યું હતું.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની બીજી જીત, ગુજરાત ટાઈટન્સને 5 રનથી હરાવ્યું
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે ગુજરાત ટાઇટન્સને 5 રનથી હરાવ્યું હતું. 178 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 5 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. ગુજરાતની 11 મેચોમાં આ ત્રીજી હાર હતી.

ગુજરાત ટાઇટન્સને શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ શાનદાર શરૂઆત આપી હતી. બંને ખેલાડીઓએ 12.1 ઓવરમાં 106 રનની ભાગીદારી કરી હતી. રિદ્ધિમાન સાહાએ 40 બોલમાં 55 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. બીજી તરફ શુભમન ગિલે 36 બોલમાં 52 રન બનાવ્યા હતા. ગિલની ઈનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી પરંતુ ડેનિયલ સેમ્સે શાનદાર બોલિંગ કરીને મુંબઈને જીવતદાન આપ્યું હતું.

Next Story