Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022 : રોહિતના જન્મદિવસ પર મુંબઈની જીત, રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સને આખરે આ સિઝનની પહેલી જીત મળી છે. કેપ્ટન રોહિત શર્માના જન્મદિવસ પર મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવીને જીત મેળવી હતી.

IPL 2022 : રોહિતના જન્મદિવસ પર મુંબઈની જીત, રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું
X

મુંબઈ ઈન્ડિયન્સને આખરે આ સિઝનની પહેલી જીત મળી છે. કેપ્ટન રોહિત શર્માના જન્મદિવસ પર મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવીને જીત મેળવી હતી. આ સિઝનમાં સતત 8 હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની આ પ્રથમ જીત છે તેથી ટીમ અને ચાહકો માટે તે ખૂબ જ યાદગાર રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે ચાર રનની જરૂર હતી પરંતુ કિરોન પોલાર્ડ પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. જો કે બીજા જ બોલ પર ડેનિયલ સેમ્સે સિક્સર ફટકારીને મેચનો અંત લાવ્યો અને મુંબઈને સિઝનની પ્રથમ જીત મળી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે અંતે જઈને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે બર્થ ડે બોય રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો.

Next Story