Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022 : RCB અને CSK વચ્ચે આજે ટક્કર, બેંગ્લોર લેશે બદલો કે પછી ચેન્નાઈને મળશે પોઇન્ટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે.

IPL 2022 : RCB અને CSK વચ્ચે આજે ટક્કર, બેંગ્લોર લેશે બદલો કે પછી ચેન્નાઈને મળશે પોઇન્ટ
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જે બુધવારે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી બીજી વખત આમને-સામને આવશે. આ મેચમાં કોહલી ધોની પાસેથી અગાઉની હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ પહેલા 12 એપ્રિલે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈનો 23 રને વિજય થયો હતો.

ચેન્નાઈની ટીમ માટે આ સિઝન સારી રહી નથી. ટીમે રવિન્દ્ર જાડેજાની કપ્તાનીમાં શરૂઆત કરી હતી અને શરૂઆતની 8 મેચમાંથી 2 જીતી હતી. આ પછી જાડેજાએ રાજીનામું આપી દીધું અને કેપ્ટન્સી ધોનીને પાછી સોંપી દીધી. ધોનીએ 9મી મેચ જીતી હતી. હવે ચેન્નાઈની ટીમની 5 મેચ બાકી છે અને પ્લેઓફ માટે તમામ જીતવી જરૂરી છે. ચેન્નાઈની ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. જ્યારે RCB 10માંથી 5 મેચ જીતીને છઠ્ઠા નંબર પર છે.

Next Story