Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL મેગા ઓક્શન : હર્ષલ પટેલ બીજો સૌથી મોંઘો ખેલાડી, ચેલેન્જર બેંગ્લોરે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો

IPL મેગા ઓક્શનમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી શ્રેયસ અય્યર છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.

IPL મેગા ઓક્શન : હર્ષલ પટેલ બીજો સૌથી મોંઘો ખેલાડી, ચેલેન્જર બેંગ્લોરે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો
X

IPL મેગા ઓક્શનમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી શ્રેયસ અય્યર છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે. તેવામાં રિપોર્ટ્સ પ્રમાણે અય્યર કોલકાતાની કેપ્ટનશિપ પણ સંભાળી શકે છે. ત્યારપછી હર્ષલ પટેલ બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ટીમમાં જોડ્યો છે.

આઇપીએલમાં આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લેશે. BCCIની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા, પરંતુ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.મેગા ઓક્શન પહેલા બોલિવૂડની અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાની તસવીર શેર કરી લખ્યું છે કે IPL ઓક્શન હું IPLની હરાજી જોવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. આ વખતે હરાજીના બદલે ક્યૂટ બેબી સાથે સમય વિતાવી રહી છું,

જે ખૂબ જ આનંદની વાત છે. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે અને પંજાબ કિંગ્સની નવી ટીમની રાહ જોઈ શકતી નથી IPL મેગા ઓક્શનમાં ગુજરાતની નવી ટીમ ગુજરાત ટાઈટનસે ખાતું ખોલાવી દીધું છે. હવે ટીમ પાસે ચાર ધુરંધર ખેલાડીઓની ફોજ છે. જેમાં મોહમ્મદ શમીનો ફાસ્ટ બોલર તરીકે સમાવેશ થઈ ચૂક્યો છે ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે.

Next Story