Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: મુંબઇ સામે RCB હાર્યું, બુમરાહની પાંચ વિકેટ, ઈશાન કિશન અને સૂર્યાની ગજબની ફટકાબાજી

IPL: મુંબઇ સામે RCB હાર્યું, બુમરાહની પાંચ વિકેટ, ઈશાન કિશન અને સૂર્યાની ગજબની ફટકાબાજી
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે સતત 3 પરાજય બાદ બીજી મેચ જીતી હતી. ટીમે RCB સામે 197 રનનો મોટો ટાર્ગેટ માત્ર 15.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. સૂર્યકુમાર યાદવે 17 અને ઈશાન કિશને 23 બોલમાં ફિફ્ટી ફટકારી હતી જ્યારે જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી.આ સિઝનમાં RCBની આ પાંચમી હાર છે, ટીમ સતત ચોથી મેચ હારી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક, ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. મુંબઈએ 197 રનનો ટાર્ગેટ માત્ર 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો

Next Story