Home > સ્પોર્ટ્સ > IPL2022: દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેના બદલે મુંબઈમાં રમાશે..
IPL2022: દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેના બદલે મુંબઈમાં રમાશે..
દિલ્હી કેપિટલ્સના કુલ પાંચ લોકોને કોરોના થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે
BY Connect Gujarat Desk19 April 2022 12:07 PM GMT

X
Connect Gujarat Desk19 April 2022 12:07 PM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્હી કેપિટલ્સમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં એક નહીં પરંતુ પાંચ કોરોનાના કેસ મળી આવ્યાં છે. જેથી BCCI એ મોટો નિર્ણય લીધો છે. એટલે કે, હવે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેના બદલે મુંબઈમાં રમાશે.IPL દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી કેપિટલ્સના કુલ પાંચ લોકોને કોરોના થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.16 એપ્રિલ બાદ દિલ્હી કેપિટલ્સના સમગ્ર કેમ્પમાં દરરોજ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.19 એપ્રિલના રોજ ચોથા રાઉન્ડનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.20 એપ્રિલે સવારના આખી ટીમનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
Next Story