Connect Gujarat
સ્પોર્ટ્સ

ખેલરત્ન એવોર્ડ માટે ત્રણ નામ જાહેર, વાંચો આ વર્ષે કોને મળી શકે છે સન્માન

ખેલરત્ન એવોર્ડ માટે ત્રણ નામ જાહેર, વાંચો આ વર્ષે કોને મળી શકે છે સન્માન
X

BCCIએ રાજીવ ગાંધી ખેલ રત્ન અવૉર્ડ માટે રવિચંદ્રન અશ્વિન અને મિતાલી રાજનાં નામ આગળ મોકલવાનો નિર્ણય કર્યો છે. અર્જુન અવૉર્ડ માટે કે.એલ.રાહુલ, જસપ્રીત બુમરાહ અને શિખર ધવનનાં નામ આગળ મોકલાશે. આ સમગ્ર જાણકારી BCCIનાં સૂત્રોએ આપી હતી. વળી, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા ખેલ રત્ન અવૉર્ડ માટે સુનીલ છેત્રીનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું છે.

સુનીલે તાજેતરમાં લિયોનલ મેસીનો રેકોર્ડ તોડ્યો હતો. મિતાલી મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન છે. અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં પોતાની કારકિર્દી દરમિયાન 400 વિકેટ લીધી છે. ધવનનું નામ ગત વર્ષે અર્જુન અવૉર્ડ માટે મોકલાયું હતું. ત્યારે તેને આ સન્માન નહોતું મળ્યું, જેથી કરીને આ સમયે ફરી એકવાર તેના નામને સજેસ્ટ કરવામાં આવ્યું છે.

ગત વર્ષે આ સન્માન ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, દીપ્તિ શર્માને મળ્યું હતું. ગત વર્ષે મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સે 5 ખેલાડીને ખેલ રત્ન અવૉર્ડ આપ્યો હતો. રેસલિંગમાં વિનેશ ફોગત, ક્રિકેટમાં રોહિત શર્મા, હોકીમાં રાની રામપાલ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને પૈરા ખેલાડી મરિયપ્પન ફંગવેલુને આ સન્માન મળ્યું હતું.

Next Story