Connect Gujarat
સ્પોર્ટ્સ

MS ધોની બન્યા એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાં મેન્ટર,BCCIની જાહેરાત

ટી ટ્વેન્ટી વર્લ્ડકપ, 2011 નો ક્રિકેટ વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી એમ ત્રણેય ધોની ભારતને તેની કેપ્ટનશિપ હેઠળ જીતાડી છે.

MS ધોની બન્યા એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાં મેન્ટર,BCCIની જાહેરાત
X

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાં મેન્ટર તરીકે ટીમ ઇન્ડિયા સાથે જોડાશે એવી BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી છે.બીસીસીઆઈની આ જાહેરાતથી ધોનીના ચાહકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો ધોનીને ક્રિકેટના રણનીતિ બનાવવી સ્પેશ્યાલિસ્ટ તરીકે જોવે છે કારણ કે ધોનીની આગેવાનીમાં જ ભારત ક્રિકેટનાં ત્રણ ફોર્મેટમાં ટ્રોફી જીત્યું છે. ટી ટ્વેન્ટી વર્લ્ડકપ, 2011 નો ક્રિકેટ વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી એમ ત્રણેય ધોની ભારતને તેની કેપ્ટનશિપ હેઠળ જીતાડી છે.

હવે તેના દિમાગનો લાભ ગ્રાઉન્ડ બહારથી પણ ટીમ ઈન્ડિયાને મળશે કારણ કે હવેની બે મોટી ટુર્નામેન્ટમાં ટીમ સાથે ધોની જેવો ધુરંધર ખેલાડી મેન્ટર તરીકે જોડાશે. મહેન્દ્ર સિહ ધોની ભારતની પ્રથમ T20 વર્લ્ડકપ ટીમના કેપ્ટન હતા. વર્ષ 2006માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ડેબ્યુ કર્યુ હતુ. તેના બીજા જ વર્ષે તેની પસંદગી ટી20 વર્લ્ડ કપ માટે કેપ્ટન તરીકે પસંદગી થઈ હતી. સાઉથ આફ્રિકામાં રમાયેલી તે વર્લ્ડ કપમાં ભારતની જીત અપાવી હતી.

માનવામાં આવી રહ્યું છે કે લિમિટેડ ઓવરોના ક્રિકેટ માટે રણનીતિ તૈયાર કરવામાં તેનો અનુભવ ને જોતા આ ભૂમિકા માટે તેની પસંદગી કરાઈ હોઈ શકે. ધોની જાણે છે કે ICCની મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં જીત કેવી રીતે મેળવી શકાય છે.

Next Story