Connect Gujarat
સ્પોર્ટ્સ

નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.39 મીટર જેવલિન ફેંકીને પહોંચ્યો ફાઇનલમાં.!

ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપરાએ યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપને હચમચાવી દીધી છે.

નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.39 મીટર જેવલિન ફેંકીને પહોંચ્યો ફાઇનલમાં.!
X

ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપરાએ યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપને હચમચાવી દીધી છે. તે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય થયો છે.

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરની બરછી ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 ભાલા ફેંકનારાઓ પણ સામેલ થયા હતા. આ બધા વચ્ચે ફાઈનલ માટે જંગ જામ્યો હતો. બધાને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા. જેમાંથી ગ્રૂપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ બીમાં ભાગ લેતો જોવા મળશે.

આ મેન્સ ઈવેન્ટના 34 ભાલા ફેંકનારાઓમાંથી નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. હવે ભારતીય સમય અનુસાર 24 જુલાઈ સવારે 7.05 વાગ્યે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. નીરજની સાથે ચેક રિપબ્લિકના જેકબ વાડલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર બરછી ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય થયો હતા.

Next Story