Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોચ્યો નીરજ ચોપરા, અમેરિકાના યુજેનમાં ધમાલ મચાવી

ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ અમેરિકાના યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ધમાલ મચાવી દીધી

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોચ્યો નીરજ ચોપરા, અમેરિકાના યુજેનમાં ધમાલ મચાવી
X

ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ અમેરિકાના યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ધમાલ મચાવી દીધી છે. તેણે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય કર્યું છે.

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 ખેલાડીઓ સામેલ થયા હતા.

આ મેન્સ ઈવેન્ટમાં નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. હવે શનિવારે (23 જુલાઈ) ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. નીરજની સાથે ચેક રિપબ્લિકના જાકુબ વાદલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો.

Next Story