Connect Gujarat
સ્પોર્ટ્સ

હવે IPLમાં ગુજરાતી ભાષામાં પણ સાંભળવા મળશે કોમેન્ટ્રી,વાંચો કોણ હશે પેનલમાં

IPL 2022 ને લઈને દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ મહા મુકાબલો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે

હવે IPLમાં ગુજરાતી ભાષામાં પણ સાંભળવા મળશે કોમેન્ટ્રી,વાંચો કોણ હશે પેનલમાં
X

IPL 2022 ને લઈને દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ મહા મુકાબલો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે.તમામ ક્રિકેટ પ્રેમીઓ આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આની સાથે બ્રોડકાસ્ટર્સ પણ આ સિઝનની એક્શન પેક્ડ મેચોના રોમાંચને ઘરન ઘર સુધી લઈ જવા માટે અવનવું કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ IPL 2022થી પ્રથમ વાર ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી પણ શરૂ કરવામાં આવશે.IPL 2022 ની શરૂઆત પહેલા માહિતી સામે આવી રહી છે કે દર્શકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને IPL 2022 બ્રોડકાસ્ટર દ્વારા કોમેન્ટ્રી ટીમમાં નવી નવીનતાઓ ઉમેરવામાં આવી છે.

પ્રથમ વખત ચાહકો માટે મરાઠી અને ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી પણ આપવામાં આવશે. સામાન્ય રીતે કહીએ તો, અંગ્રેજી અને હિન્દી સિવાય, ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તાઓએ અન્ય પ્રાદેશિક ભાષાઓ ઉપરાંત વર્ષોથી તમિલ અને કન્નડ કોમેન્ટ્રી વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં સફળ રહ્યા છે. હવે તેમાં ગુજરાતી અને મરાઠી ભાષાઓનો પણ ઉમેરો થયો છે. IPL 2022 માટે ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી કરવા માટે પેનલમાં ગુજરાતી બોલતા કોમેન્ટેટર્સ ઉમેરવામાં આવશે.અહેવાલો અનુસાર, ગુજરાતી કોમેન્ટ્રી પેનલમાં ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન નયન મોંગિયા, અનુભવી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ, ભૂતપૂર્વ વિકેટકીપર અને પસંદગીકારોના અધ્યક્ષ કિરણ મોરે અને ગુજરાતના લોકપ્રિય રેડિયો જોકીનો સમાવેશ થશે.

Next Story