Connect Gujarat
સ્પોર્ટ્સ

પેરાલિમ્પિક્સ: ભારતના સિંહરાજ અધનાએ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો

આ અગાઉ નરવાલ P1 મેન્સ 10 મિટર એર પિસ્તોલ SH1 ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોપ પર રહ્યા હતા

પેરાલિમ્પિક્સ: ભારતના સિંહરાજ અધનાએ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો
X

ભારતીય એથલીટોએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. ગઈ કાલે મેડલસની વર્ષા કરી દીધા બાદ આજે ભારતના સિંઘરાજ અધનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.P1 મેન્સ 10 મિટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં સિંઘરાજને બ્રોન્ઝ મળ્યો હતો. જો કે આ જ ઇવેન્ટમાં ભારતના મનીષ નરવાલ સાતમ ક્રમે રહ્યા હતા. આ અગાઉ નરવાલ P1 મેન્સ 10 મિટર એર પિસ્તોલ SH1 ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોપ પર રહ્યા હતા અને ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. સિંઘરાજ પણ આ જ ઇવેન્ટની ફાઇનલમાં છઠ્ઠા રાઉન્ડ બાદ ક્વોલિફાય થયા હતા. ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતના ભાલાફેંકના ખેલાડી સુમિત અંતિલે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. સુમિતે પુરુષોની ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને આ સાથે ભારતના મેડલની સંખ્યા ગઇકાલે જ 7 થઈ ગઈ હતી. સુમિતે આ સાથે 68.55 મીટરના અંતરે ભાલો ફેંકી ગોલ્ડ મેડલ તો પોતાને નામ કર્યો જ છે પરંતુ સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં આજે મહિલા એર પિસ્તોલ ફાયનલમાં આશાસ્પદ ખેલાડી રૂબીના હારી ગઈ હતી તો તીરંદાજીની ક્વાર્ટર ફાયનલમાં ભારતના રાકેશ કુમારનો પણ પરાજય થયો હતો. ટેબલ ટેનિસમાં ભારતના ભાવિના અને સોનલનો પણ પરાજય થતાં ચાહકો થોડા નિરાશ થયા હતા પણ આખરે આજના દિવસે ભારતની મેડલની તલાશ પૂરી કરતાં સિંહરાજ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Next Story