Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતનું ગૌરવ : ટોકયો ઓલિમ્પિકસમાં બેડમિન્ટનમાં પી.વી. સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો

જાપાનના ટોકયો ખાતે ચાલી રહેલાં ટોકયો ઓલિમ્પિકસમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. બેડમિન્ટનની રમતમાં ભારતની પી.વી.સિંઘુએ ચીનની હી બિંગ ઝીયાને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ભારતનું ગૌરવ : ટોકયો ઓલિમ્પિકસમાં બેડમિન્ટનમાં પી.વી. સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો
X

જાપાનના ટોકયો ખાતે ચાલી રહેલાં ટોકયો ઓલિમ્પિકસમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. બેડમિન્ટનની રમતમાં ભારતની પી.વી.સિંઘુએ ચીનની હી બિંગ ઝીયાને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ભારતને ઓલિમ્પિકસમાં મીરાકુમાર બાદ પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે મેચ જીતી ગઈ છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી તથા બીજી ગેમ પણ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. આ મેચ 53 મિનિટ સુધી ચાલી હતી. પી.વી. સિંધુ બે અલગ-અલગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર વિશ્વની ચોથી તેમજ સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.

સિંધુએ 2016ની રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ આ સિદ્ધિ માત્ર રેસલર સુશીલ કુમારના નામે હતી. એણે વ્યક્તિગત સ્પર્ધામાં ભારત તરફથી બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. સુશીલે બિજિંગ (2008) ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને લંડન ઓલિમ્પિક (2012)માં સિલ્વર મેડલ જીત્યો હતો.

Next Story