Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતીય ખેલ પ્રશાસનમાં નવા યુગની શરૂઆત, પીટી ઉષા બની ભારતીય ઓલમ્પિક સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ

ભારતની બેટી એવી પીટી ઊષા ભારતીય ઓલંપિક સંઘની પહેલી મહિલા અધ્યક્ષ તરીકે પસંદ કરાઇ

ભારતીય ખેલ પ્રશાસનમાં નવા યુગની શરૂઆત, પીટી ઉષા બની ભારતીય ઓલમ્પિક સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ
X

ભારતની બેટી એવી પીટી ઊષા ભારતીય ઓલંપિક સંઘની પહેલી મહિલા અધ્યક્ષ તરીકે પસંદ કરાઇ છે. જેનાથી ભારતીય ખેલ પ્રશાસનમાં નવા યુગની શરૂઆત પણ થઇ છે. એશિયાઇ ખેલોમાં અનેક પદકો જીતનાર અને 1984નાં લોસ એન્જલસ ઓલંપિક રમતોમાં 400 મીટરની રેસમાં ચોથાં સ્થાન પર રહેલ 58 વર્ષીય ઊષાને ચૂંટણી બાદ આ શીર્ષ પદ માટે નિર્વિરોધ પસંદ કરવામાં આવી છે. આ ચૂંટણી ઉચ્ચતમ ન્યાયાલયથી નિયુક્ત કરવામાં આવેલ સર્વોચ્ચ ન્યાયાલયનાં પૂર્વ જજ નાગેશ્વર રાવની દેખરેખ હેઠળ સંપન્ન થઇ છે.

ઊષાનાં અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ IOAમાં જૂથવાદી રાજકારણના લીધે પેદા થનારી મુશ્કેલીઓ પણ સમાપ્ત થાય છે. આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિએ આ મહીને ચૂંટણી ન કરવાની દશામાં IOA પોસ્ટપોન્ડ કરવાની પણ ચેતવણી આપી હતી. આ ચૂંટણી ડિસેમ્બર 2021માં થવાની હતી. ઊષાને આ પદ માટે ચૂંટાવાનું ગયાં મહિને જ નક્કી થઇ ગયું હતું કારણ કે તે અધ્યક્ષ પદ માટે નામાંકિત એકમાત્ર મહિલા ઉમેદવાર હતી.

Next Story