Connect Gujarat
સ્પોર્ટ્સ

રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને "વિઝન ક્રિકેટર ઓફ ધ યર-5"માં સ્થાન મળ્યું...

ઇન્ડિયન પ્લેયર રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને વિઝન ક્રિકેટર ઓફ ધ યરના 5 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને વિઝન ક્રિકેટર ઓફ ધ યર-5માં સ્થાન મળ્યું...
X

ઇન્ડિયન પ્લેયર રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને વિઝન ક્રિકેટર ઓફ ધ યરના 5 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના ડેવોન કન્વે, ઇંગ્લેન્ડના ઝડપી બોલર ઓલી રોબિન્સન અને દક્ષિણ આફ્રિકા મહિલા ખેલાડી ડેન વેન નિકેર્ક પણ સામેલ છે.

ઈંગ્લેન્ડના જો રુટને વિશ્વનો શ્રેષ્ઠ લિડિંગ પુરુષ ક્રિકેટર જાહેર કરાયો છે, જ્યારે દ.આફ્રિકા બેટર લિજેલ લીને લિડિંગ મહિલા ક્રિકેટર જાહેર કરાય છે. પાકિસ્તાનના વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાન વિશ્વનો લિડિંગ ટી-20 ક્રિકેટ જાહેર કરાયો છે. બુમરાહ વિઝડન ક્રિકેટર ઓફ ધ યરની યાદીમાં સ્થાન મેળવનાર ભારતનો બીજો ઝડપી બોલર છે. આ અગાઉ ઝહીર ખાનને 2008માં આ એવોર્ડ માટે પસંદ કર્યો હતો. બુમરાહે ગત સિઝનમાં ઈંગ્લેન્ડ પ્રવાસે સારી બોલિંગ કરી હતી. લોર્ડ્સ પર ભારતની ઐતિહાસિક જીત ઉપરાંત ઓવલ પર શાનદાર સ્પેલ થકી ટીમને 2-1ની લીડ અપાવી હતી. રોહિતે 4 ટેસ્ટમાં 52.57ની સરેરાશથી 368 રન કર્યા હતા. તેણે ઓવલ પર 127 રનની ઇનિંગ્સ રમી હતી. રુટે ગત વર્ષમાં 1708 ટેસ્ટ રન કર્યા હતા. લિઝેલ લીએ 2021માં વન-ડેમાં 90.28ની સરેરાશથી રન કર્યા હતા. જેમાં ભારત સામેની સીરિઝની 4 મેચમાં 288 રન સામેલ છે. રિઝવાને ગત વર્ષે 27 ટી-20માં 72.88 ની સરેરાશથી 1329 રન કર્યા હતા.

Next Story