Connect Gujarat
સ્પોર્ટ્સ

સોશિયલ મીડિયા પર તિરંદાજી સાથે સંકળાયેલી વાયરલ બ્યુટીફુલ ગર્લ છે કોણ, વાંચો

સોશિયલ મીડિયા પર તિરંદાજી સાથે સંકળાયેલી વાયરલ બ્યુટીફુલ ગર્લ છે કોણ, વાંચો
X

જાપાનની રાજધાની ટોક્યોમાં હાલ ઓલિમ્પિકનું આયોજન ચાલી રહ્યું છે. ખેલના મહાકુંભમાં જ્યાં કેટલીક મહિલાઓ પોતાના પ્રદર્શનના કારણે ચર્ચામાં છે તો કેટલીક પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું સ્થાન બનેલી છે. જોકે કેટલીક એવી પણ છે જેઓ ઓલિમ્પિકનો ભાગ નથી તો પણ લોકોએ તેને વાયરલ બનાવી દીધી છે.

એવી જ એક છોકરી છે ત્ઝુયુ, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. તેને ટોક્યોના ઓલિમ્પિક સાથે જોડવામાં આવી રહ્યો છે. આ છોકરી હાલમાં ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. પરંતુ વાત કંઈક અલગ જ છે. આ છોકરીને ચીન, તાઈવાન સિવાય કોરિયાની તિરંદાજી ટીમનો ભાગ બતાવવામાં આવી રહી છે. ત્ઝુયુનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે તિરંદાજીની ગેમમાં ભાગ લઈ રહેલી જોવા મળે છે. કોઈ તેને કોરિયાની તિરંદાજ જણાવી રહ્યું છે તો કોઈ ચીનની. પરંતુ જણાવી દઈએ કે ત્ઝુયુનો ઓલિમ્પિક સાથે કોઈ લેવાદેવા નથી.


બ્રાઝિલના એક પત્રકારે ટ્વીટ કરીને લખ્યું છે કે- મારા મિત્રને લાગ્યું કે ત્ઝુયુ તિરંદાજ છે અને તેણે આ વાયરલ ટ્વીટ મને મોકલ્યું હતું. મારે કહેવું પડ્યું કે ત્ઝુયુ એક આઈડલ છે અને તેણે આઈડલ સ્ટાર એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. ત્ઝુયુના આ તિરંદાજીનો વીડિયો તે સમયનો છે જ્યારે તેણે આઈએસએસીમાં ભાગ લીધો હતો.તેણે હંમેશાથી આઈડલ સ્ટાર એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે અને દર વખતે પોતાનું કૌશલ્ય અને સુંદરતા બંને માટે વાયરલ થઈ છે. ત્ઝુયુનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વર્ષ 2019નો છે. ત્ઝુયુ તાઈવાનની છે અને એક સિંગર છે.


આ વાતનો કોઈ ઈનકાર નથી કરી શકે કે તે ઓલિમ્પિકમાં ત્ઝુયુને તિરંદાજીની સ્પર્ધામાં ભાગ લેતી જોવાનું પસંદ નહીં કરે. આશા છે કે હવે જ્યારે કોવિડ-19 નિયંત્રણમાં હશે તો આઈએસએસીની ફરીથી શરૂઆત થશે અને ત્ઝુયુ ફરીથી એક્શનમાં જોવા મળશે.

Next Story