Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022નું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું, CSK અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની પ્રથમ મેચ

IPL 2022, 26મી માર્ચથી શરૂ થશે અને 29મી મેના રોજ સમાપ્ત થશે. આ વખતે આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે

IPL 2022નું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું, CSK અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની પ્રથમ મેચ
X

IPL 2022, 26મી માર્ચથી શરૂ થશે અને 29મી મેના રોજ સમાપ્ત થશે. આ વખતે આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને 70 લીગ મેચો રમાશે. હવે BCCIએ IPL 2022નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે, જે મુજબ આ સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

આ સિઝનમાં ભાગ લઈ રહેલી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને ગ્રુપ Aમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. આ સિઝનમાં દરેક ટીમે 14 મેચ રમવાની છે, જેમાં પાંચ ટીમોએ બે-બે મેચ રમવાની છે અને ચાર ટીમોએ એક મેચ રમવાની છે.

આ વખતે લીગ મેચો માટે ચાર સ્ટેડિયમ પસંદ કરવામાં આવ્યા છે જેમાં ત્રણ સ્ટેડિયમ મુંબઈમાં છે જ્યારે એક સ્ટેડિયમ પૂણેમાં છે. આ સિઝનમાં ઘણા દિવસો પર બે મેચ યોજાવાની છે. તે 27મી માર્ચે શરૂ થશે એટલે કે આ દિવસે આ સિઝનની પ્રથમ ડબલ હીલ મેચ રમાશે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે 25 ટકા દર્શકોને મેચ જોવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ પ્લે-ઓફ મેચના સ્થળની હજુ જાહેરાત કરવામાં આવી નથી.

Next Story