Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ, આવતીકાલે રિઝર્વ ડેના દિવસે રમાશે મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ, આવતીકાલે રિઝર્વ ડેના દિવસે રમાશે મેચ
X

સતત બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ છે. આ પહેલી પહેલી મેચ પણ વરસાદમાં ધોવાઈ હતી. હવે આજે સતત બીજી વખત મેચમાં વરસાદે વિઘ્ન પાડ્યું છે. જો કે, આ વખતે રિઝર્વ ડેની વ્યવસ્થા છે. સતત વરસાદ અને ખરાબ આઉટફિલ્ડના કારણે ભારત-પાક મેચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી છે. હવે આવતીકાલે આ શાનદાર મેચ રમાશે.

આવતીકાલે બપોરે 3 વાગ્યે મેચ શરૂ થશે. તમને જણાવી દઈએ કે આવતીકાલે સંપૂર્ણ 50 ઓવરની રમત રમાશે. એટલે કે, ટીમ ઈન્ડિયા 24.1 ઓવરથી આગળ રમશે. વરસાદ આવ્યો ત્યાં સુધી 24.1 ઓવર રમાઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 17 રને અને વિરાટ કોહલી 08 રને અણનમ છે. આ પહેલા રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતને શાદાબ ખાને આઉટ કર્યો હતો જ્યારે ગિલને શાહીન આફ્રિદીએ પેવેલિયન મોકલ્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલે રિઝર્વ ડે રાખ્યો હતો. મેચ દરમિયાન જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે આખું મેદાન કવરથી ઢંકાઈ ગયું હતું. આ પછી, જ્યારે વરસાદ બંધ થયો, ત્યારે મેદાનના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે તે રમવાની સ્થિતિમાં નહોતો.

Next Story