Connect Gujarat
સ્પોર્ટ્સ

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ આ વર્ષે વેસ્ટ ઈન્ડીઝમાં યોજાશે,સત્તાવાર કાર્યક્રમ જાહેર

વેસ્ટ ઈન્ડીઝમાં પહેલીવાર અંડર-19 વર્લ્ડ કપ આયોજિત કરાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની મેચ 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રમાશે,

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ આ વર્ષે વેસ્ટ ઈન્ડીઝમાં યોજાશે,સત્તાવાર કાર્યક્રમ જાહેર
X

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ આગામી વર્ષે વેસ્ટ ઈન્ડીઝમાં આયોજિત કરાશે. ICCએ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. વળી, વેસ્ટ ઈન્ડીઝમાં પહેલીવાર અંડર-19 વર્લ્ડ કપ આયોજિત કરાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની મેચ 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રમાશે, જેમાં 16 દેશની ટીમ ભાગ લેવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમાશે, જેમાં ઈન્ડિયન ટીમના અભિયાનની શરૂઆત 15 જાન્યુઆરીથી શરૂ થશે. ઈન્ડિયાને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ આફ્રિકા સિવાય આયર્લેન્ડ અને યુગાંડા જેવી ટીમો છે.ન્યૂઝીલેન્ડ આ અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં, કારણ કે તેને પરત ફર્યા પછી અનિવાર્ય ક્વોરન્ટીન નિયમોનું પાલન કરવું પડશે. તેના સ્થાને સ્કોટલેન્ડની ટીમને સામેલ કરાઈ છે.અંડર-19 વર્લ્ડ કપમાં ઈન્ડિયા ચાર ખિતાબ જીતી ચૂકી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 3 વાર, પાકિસ્તાન 2 વાર અને ઇંગ્લેન્ડ-દ.આફ્રિકા-બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ 1-1 વાર ટાઈટલ જીતી ચૂકી છે. જ્યારે 2016માં વેસ્ટ ઈન્ડીઝે આ ખિતાબ જીત્યો હતો.

Next Story