Connect Gujarat
સ્પોર્ટ્સ

ટોક્યો ઓલોમ્પિક: રવિ દહીયાએ દેશને સિલ્વર મેડલ અપાવ્યો, પી.એમ.મોદીએ પાઠવી શુભેરછા

ટોક્યો ઓલોમ્પિક: રવિ દહીયાએ દેશને સિલ્વર મેડલ અપાવ્યો, પી.એમ.મોદીએ પાઠવી શુભેરછા
X

રેસલિંગમાં ગોલ્ડ મેડલની આશા તૂટી ગઈ છે.7 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ફાઇનલમાં રવિ દહિયા 2 વારનાં વર્લ્ડ ચેમ્પિયન રશિયન ઝાવુર યુગુએવ સામે હારી ગયો છે. જોકે રવિ દહિયા સિલ્વર મેડલ જીતીને સ્વદેશ પરત ફરશે.યુગુએવે રવિને 3 પોઇન્ટથી હરાવ્યો છે.

રવિએ કુસ્તીની સેમી-ફાઈનલમાં કઝાકિસ્તાનના સનાયેવ નૂરીસ્લામને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. રવિને તે જીત વિક્ટ્રી બાય ફોલ નિયમથી મળી હતી એટલે કે તેમણે નૂરીસ્લામને મેચમાંથી બહાર જ કરી દીધો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિ દહિયાને ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું- રવિની લડવાની ભાવના અને દ્રઢતા શાનદાર છે. સિલ્વર મેડલ જીતવા પર તેમને અભિનંદન. તેમની આ ઉપલબ્ધિ પર સમગ્ર દેશને ગૌરવ છે.

રવિ અને યુગુએવ બંને હાલ શાનદાર ફોર્મમાં છે. બંને આ પહેલા 2019 વર્લ્ડ ચૈમ્પિયનશિપમાં એકબીજા વિરુદ્ધ મેચ રમી ચૂક્યા છે. ત્યારે પણ રશીયાના રેસલર સામે રવિ હારી ગયો હતો. રવિને તે ચૈમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. રવિએ 2020 અને 2021 એશિયન ચૈમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.2018માં અંડર-23 ચૈમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો.

Next Story