Connect Gujarat
સ્પોર્ટ્સ

ટોક્યો પેરાલિમ્પિક:સુમિત અંતિલે જેવલિન થ્રોમાં વર્લ્ડ રેકોર્ડની સાથે જીત્યો ગોલ્ડ

સુમિતનો 5મો થ્રો બેસ્ટ રહ્યો. સુમિતે 66.95 મીટર, 68.08 મીટર, 65.27 મીટર, 66.71 મીટર અને 68.55 મીટરનો થ્રો કર્યો

ટોક્યો પેરાલિમ્પિક:સુમિત અંતિલે જેવલિન થ્રોમાં વર્લ્ડ રેકોર્ડની સાથે જીત્યો ગોલ્ડ
X

ટોક્યો પેરાલિમ્પિકમાં સોમવારે ભારતીય એથલીટ્સે કમાલ કરી દીધી. શૂટર અવનિ લેખરા પછી જેવલિન થ્રોઅર સુમિત અંતિલે ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો છે. તેને F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સુમિતે ફાઈનલમાં 68.55 મીટરનો થ્રો કર્યો. સુમિતનો 5મો થ્રો બેસ્ટ રહ્યો. સુમિતે 66.95 મીટર, 68.08 મીટર, 65.27 મીટર, 66.71 મીટર અને 68.55 મીટરનો થ્રો કર્યો. છઠ્ઠો થ્રો ફાઉલ રહ્યો.સુમિત અંતિલની સફર ભારે સંઘર્ષપૂર્ણ રહી છે.6 વર્ષ પહેલાં થયેલા રોડ અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ સુમિતે જિંદગી સામે ક્યારેય હાર ન માની અને દરેક પરિસ્થિતિનો સામનો કર્યો. ભારતે પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત 7 મેડલ જીત્યા છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી સફળ પેરાલિમ્પિક બની ગયો છે.

"સુમિતનો ગોલ્ડન થ્રો" ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ

Next Story