Connect Gujarat
સ્પોર્ટ્સ

વડોદરાનો મયુર રોહિત વિશ્વમાં છવાયો, બાટુમી ઇન્ટરનેશનલ વુશુ ટુર્નામેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ભારતીય રમતવીરો માટે જાણે કે હાલમાં મેડલ વર્ષાની મોસમ ચાલી રહી છે. એમાં એક મેડલનો વધારો વડોદરાના મયુર જગદીશ રોહિતે કર્યો છે.

વડોદરાનો મયુર રોહિત વિશ્વમાં છવાયો, બાટુમી ઇન્ટરનેશનલ વુશુ ટુર્નામેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
X

ભારતીય રમતવીરો માટે જાણે કે હાલમાં મેડલ વર્ષાની મોસમ ચાલી રહી છે. એમાં એક મેડલનો વધારો વડોદરાના મયુર જગદીશ રોહિતે કર્યો છે.

વિદેશની ધરતી પર બાટૂમી,જ્યોર્જિયા ખાતે તાજેતરમાં રમાયેલી ઇન્ટર નેશનલ વુશુ ટુર્નામેન્ટમાં આ યુવા ખેલાડીએ અંડર ૮૦ કેજી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત,વડોદરા અને શિક્ષણ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના મંત્રી કૌશલ કિશોરે આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ટર્નીમાં વુશુ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પસંદગી થી કુલ ૨૯ ભારતીય ખેલાડીઓ મોકલવામાં આવ્યા હતા જેમાં તેનો સમાવેશ થતો હતો.

મયુર મ.સ.વિશ્વ વિદ્યાલય ની શારીરિક શિક્ષણ અને ખેલ વિદ્યાશાખામાં સ્નાતકિય શિક્ષણ લઈ રહ્યો છે. વુશુકોચ હિતેશ પરમારે તેને ખાસ તાલીમ આપી હતી.આ ઉપરાંત તેણે ઘણાં સ્થળોએ કોમબેટ સ્પોર્ટ્સ એટલે કે આક્રમક રમતોની તાલીમ લીધી છે. જેમાં ભબજીત ચૌધરી અને ઈશિકા થીટે પાસે મેળવેલા પ્રશિક્ષણ નો સમાવેશ થાય છે. વિજેતા થઈને પરત ફરેલા આ ખેલાડીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Next Story