રોહિત સાથેના વિવાદ સહિતના મુદ્દે વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું કોઈ વિવાદ નથી-આફ્રિકા પ્રવાસ માટે ઉપલબ્ધ છું

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી

New Update

ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટને કહ્યું કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વનડે સિરિઝ માટે ઉપલબ્ધ રહેશે.તેમણે વનડે સિરિઝમાંથી કેપ્ટનશીપ પરત લેવા અંગે પણ જવાબ આપ્યો છે. કોહલીએ કહ્યું કે તે ટેસ્ટ અને વનડેની કેપ્ટનશીપ ચાલુ રાખવા માંગતા હતા, જોકે ટેસ્ટ ટીમના સિલેક્શન દરમિયાન મુખ્ય પસંદગીકારે તેમને જણાવ્યું કે વનડેની કેપ્ટનશીપ પરત લેવામાં આવી રહી છે.કોહલીએ કહ્યું કે વનડેની કેપ્ટનશીપ પરત લેવા અંગે તેમને કોઈ વાંધો નથી. આ સિવાય કોહલીએ રોહિતની સાથેના અણબનાવના સમાચારોને પણ ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે મારા અને રોહિત શર્મા વચ્ચે કોઈ સમસ્યા નથી. ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટને કહ્યું કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વનડે સિરિઝ માટે ઉપલબ્ધ રહેશે.તેમણે વનડે સિરિઝમાંથી કેપ્ટનશીપ પરત લેવા અંગે પણ જવાબ આપ્યો છે. કોહલીએ કહ્યું કે તે ટેસ્ટ અને વનડેની કેપ્ટનશીપ ચાલુ રાખવા માંગતા હતા, જોકે ટેસ્ટ ટીમના સિલેક્શન દરમિયાન મુખ્ય પસંદગીકારે તેમને જણાવ્યું કે વનડેની કેપ્ટનશીપ પરત લેવામાં આવી રહી છે.કોહલીએ કહ્યું કે વનડેની કેપ્ટનશીપ પરત લેવા અંગે તેમને કોઈ વાંધો નથી. આ સિવાય કોહલીએ રોહિતની સાથેના અણબનાવના સમાચારોને પણ ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે મારા અને રોહિત શર્મા વચ્ચે કોઈ સમસ્યા નથી.

Latest Stories