Connect Gujarat
સ્પોર્ટ્સ

મહિલા વર્લ્ડ કપ: ભારતે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, મંધાના અને હરમનપ્રીતની સદી રંગ લાવી

મહિલા વર્લ્ડ કપમાં ભારતની ત્રીજી મેચ વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને 318 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

મહિલા વર્લ્ડ કપ: ભારતે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, મંધાના અને હરમનપ્રીતની સદી રંગ લાવી
X

મહિલા વર્લ્ડ કપમાં ભારતની ત્રીજી મેચ વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને 318 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 40.3 ઓવરમાં 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચને ટીમ ઈન્ડિયાએ 155 રને જીતી લીધી છે.આ મેચમાં મંધાના અને હરમનપ્રીતનું પ્રદર્શન સારું રહ્યું છે. બન્નેએ સદી ફટકારી છે. મંઘાનાએ વન ડેમાં 5મી અને વર્લ્ડકપમાં બીજી સદી ફટકારી છે. તેણે 119 બોલમાં 123 રન બનાવ્યા છે.

બીજી તરફ હરમનપ્રીતે પણ સારી બેટિંગ કરી 107 બોલમાં રન 109 બનાવ્યા હતા. મંધાના અને હરમનપ્રીત વચ્ચે 184 રનની ભાગીદારી થઈ હતી. હેમિલ્ટનમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટોસ જીતી બેટિંગ લીધી હતી. ભારતે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 317 રન બનાવ્યા છે.49 રન પર ભારતની પ્રથમ વિકેટ પડી હતી અને 58 રન પર બીજી વિકેટ પડી હતી.78 રનમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મંધાના અને હરમનપ્રિત કૌરે ભારતની ઈનિંગને સંભાળી ભારતને સારા સ્કોર તરફ લઈ ગઈ હતી.

Next Story