Connect Gujarat
સ્પોર્ટ્સ

WTC Final: ભારતને હરાવી ન્યૂઝીલેન્ડ બન્યું ટેસ્ટનું વર્લ્ડ ચેમ્પિયન

WTC Final: ભારતને હરાવી ન્યૂઝીલેન્ડ બન્યું ટેસ્ટનું વર્લ્ડ ચેમ્પિયન
X

ન્યૂઝીલેન્ડે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને 8 વિકેટથી હરાવવાની સાથે જ પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.

ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ન્યૂઝીલેન્ડને જીતવા 139 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 41 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ફરીથી પાણીમાં બેસી ગયો હતો. સાઉથીએ 4, બોલ્ટે 3, જેમિસને 2 અને વેગનરે 1 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગમાં 249 રન બનાવ્યા હતા. જેના કારણે તેણે ભારત પર 32 રનની સરસાઇ લીધી હતી. પાંચમા દિવસે ભારતીય ટીમના બોલર્સની શાનદાર બોલિંગના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ હતી. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગમાં 32 રનની લીડ લીધી હતી.એક સમયે ન્યૂઝીલેન્ડે 7 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા અને તે ભારતથી 25 રન પાછળ હતું. પરંતુ છેલ્લી ત્રણ વિકેટે 57 રન ઉમેરીને ભારત પર મહત્વની લીડ લીધી હતી.

મેચના પાંચમા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડ પર લીડ લીધી હતી. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોહલી 8 રને અને ચેતેશ્વર પુજારા 12 રને રમતમાં હતા. રોહિત શર્મા 30 અને શુભમન ગિલ 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ટીમ સાઉથીએ બંનેને એલબીડબ્લ્યુ આઉટ કર્યા હતા.

Next Story