Connect Gujarat
સ્પોર્ટ્સ

યુઝવેન્દ્ર ચહલે હેટ્રીક ઝડપીને રચ્યો ઇતિહાસ, ગ્રાઉન્ડ પર આપ્યો મિમ વાળો વાયરલ પોઝ

IPL 2022ની 30મી મેચમાં સોમવારે યુઝવેન્દ્ર ચહલે ધમાલ મચાવી. રાજસ્થાન રોયલ્સનાં આ સ્પિનરે શાનદાર બોલિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ હેટ્રિક લઈ લીધી.

યુઝવેન્દ્ર ચહલે હેટ્રીક ઝડપીને રચ્યો ઇતિહાસ, ગ્રાઉન્ડ પર આપ્યો મિમ વાળો વાયરલ પોઝ
X

IPL 2022ની 30મી મેચમાં સોમવારે યુઝવેન્દ્ર ચહલે ધમાલ મચાવી. રાજસ્થાન રોયલ્સનાં આ સ્પિનરે શાનદાર બોલિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ હેટ્રિક લઈ લીધી. ચહલનાં આ પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સે KKRને 7 રનથી માત આપી. ચહલે 17મી ઓવરમાં સતત શ્રેયસ અય્યર, શિવમ માવી અને પેટ કમિન્સને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી.IPLનાં ઈતિહાસની આ 21મી હેટ્રિક રહી છે. જ્યારે ચહલે પેટ કમિન્સની વિકેટ લઈને પોતાની હેટ્રિક પૂરી કરી, તો સેલિબ્રેશન તો જોવા મળવાનું જ હતું. ચહલે ખુશીમાંને ખુશીમાં દોડતા દોડતા પોતાનું એક જુનું મિમ રીપીટ કર્યું. ચહલ મેદાનમાં એ જ પ્રકારે સુઈ ગયા, જે પ્રકારે 2019માં વન ડે વર્લ્ડ કપમાં શ્રીલંકા વિરુદ્ધ મુકાબલા દરમિયાન બાઉન્ડ્રી લાઈન પર સુઈ ગયા હતા.

ચહલની આ હરકત લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે, ત્યારે પણ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર આ બાબતને લઈને મીમ્સ બની રહ્યા હતા.KKR વિરુદ્ધ મેચ પૂરી થયા બાદ તેમણે આ મિમ વિષે પણ વાત કરી હતી. મેચની વાત કરીએ તો, ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે પાંચ વિકેટ પેર 217 રન બનાવ્યા હતા. જોસ બટલરે 61 બોલ્સ પર 103 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોક્કા અને 5 છક્કા સામેલ રહ્યા છે. આ ઉપરાંત સંજૂ સેમસને 38 અને શીમરોન હેટમાયરે 26 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નરેને સૌથી વધારે ખેલાડીઓને આઉટ કર્યા હતા. જવાબમાં KKRની ટીમ 19.4 ઓવરમાં 210 રન પર આઉટ થઇ હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધારે 85 રન અને એરોન ફિન્ચે 58 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. જયારે IPLમાં ડેબ્યૂ કરી રહેલ ઓબેદ મેક્કોયએ બે ખેલાડીઓને આઉટ કર્યા.

Next Story