Connect Gujarat
ગુજરાત

સુરત : પલસાણાના સોયાણી ગામના ખેતરમાંથી 9 ફૂટ લાંબો મહાકાય અજગર પકડાયો

સુરત : પલસાણાના સોયાણી ગામના ખેતરમાંથી 9 ફૂટ લાંબો મહાકાય અજગર પકડાયો
X

સુરતના પલસાણા તાલુકાના સોયાણી ગામે દિવલભાઈ ધનસુખ ભાઈ ધીંમરના ખેતરમાં અજગર દેખાતા તેઓએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને જાણ કરતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમના સભ્યોએ આવી ખેતરમાંથી અજગર સહી સલામત બહાર કાઢી અજગરને પકડી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઘટનાની જાણ વનવિભાગની ટીમને કરતા વનવિભાગના આર.એફ.ઓ સહિત અન્ય અધિકારી ઘટના સ્થળે આવ્યા હતા અને અજગરનો પકડ્યો હતો.

અજગરની પ્રાથમિક તપાસ કરતા અજગરની લંબાઈ 9 ફૂટ અને 15કીલો હોવાનું જાણવા મળ્યું હતું,યોગ્ય તપાસ બાદ વનવિભાગની ટીમે અજગરને જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો.

Next Story