Connect Gujarat
Featured

સુરત : ડીજેના તાલે નાચી રહેલાં નશેબાજ યુવાને હાથમાં લીધો સુતળી બોંબ, પછી જે કર્યું તે તમને ધ્રુજાવી દેશે

સુરત :  ડીજેના તાલે નાચી રહેલાં નશેબાજ યુવાને હાથમાં લીધો સુતળી બોંબ, પછી જે કર્યું તે તમને ધ્રુજાવી દેશે
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં દારૂના નશામાં યુવકને પોતાના મોઢામાં સુતળી બોમ્બ ફોડતા તેના મોઢામાં અનેક ફેકચર થઇ ગયાં છે. મોઢામાં બોંબ ફુટતાની સાથે જ યુવાન બેભાન થઇને ઢળી પડયો હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

દિવાળીના તહેવારની લોકો દર વર્ષે અવનવી રીતે ઉજવણી કરતાં હોય છે. સુરતમાં દિવાળીની ઉજવણી DJના તાલે કરી રહેલા એક યુવકે પોતાના મોઢામાં સુતળી બોમ્બ મૂકી ફોડવાનું દુઃસાહસ કર્યું હતું. પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતો મૂળ બિહારનો વતની 28 વર્ષીય પિન્ટુ જાધવ નજીકમાં આવેલી મીલમાં કામ કરે છે. ગત રોજ DJના તાલે ઝૂમી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહીં હતી. જ્યાં પિન્ટુ દારૂના નશામાં આ ઉજવણીમાં સામેલ થયો હતો. બધા પોતાની મસ્તીમાં મસ્ત હતાં તેવામાં અચાનક પીન્ટુએ પોતાના મોઢામાં સુતળી બોમ્બ મૂકી દીધો હતો.મોઢામાં બોમ્બ ફુટતાની સાથે જ પિન્ટુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બેભાન થઇ ગયો હતો. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તાત્કાલીક 108 બોલાવી ઇજાગ્રસ્ત પિન્ટુને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પિન્ટુને મોઢામાં મલ્ટીપલ ફ્રેકટર થયા હોવાનુ જાણવા મળી રહ્યું છે

Next Story