Connect Gujarat
Featured

સુરત : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની નિર્માણ ગાથાને નગરજનો સુધી પહોચાડવાનો અનોખો પ્રયાસ, જુઓ શેની કરાઇ રચના..!

સુરત : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની નિર્માણ ગાથાને નગરજનો સુધી પહોચાડવાનો અનોખો પ્રયાસ, જુઓ શેની કરાઇ રચના..!
X

અયોધ્યા શ્રીરામ મંદિરની નિર્માણ ગાથાને નગરજનો સુધી પહોચાડવા માટે સુરત ખાતે અભિયાન ચલાવવામાં આવશે. જેમાં હિન્દૂ સંતો-મહાસંતોની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજવા સાથે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

વર્ષોના વિલંબ બાદ રામ જન્મભૂમિ વિવાદમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. આ યોજનામાં ભવ્ય રામમંદિર માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ માટે લોકો પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર દાન આપી શકે છે, ત્યારે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા વિશેષ અભિયાનની પણ શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે ગોવિંદ ધોળકિયા અને ઉપાધ્યક્ષ તરીકે દિનેશ નાવડિયાને જવાબદારી સોંપવામાં આવી છે.

સુરતમાં દક્ષિણ ગુજરાતના પ્રાપ્ત કાર્યોનો પ્રારંભ ઉધના દરવાજા ખાતે એપલ હોસ્પિટલની સામે આવેલ શિવાલિંક એવન્યુમાં કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શ્રીરામ જન્મભૂમિના ઐતિહાસિક મહત્વને સુધી પહોંચાડવા માટે આગામી તા. 15 જાન્યુઆરીથી તા. 27 ફેબ્રુઆરી સુધી જન વ્યાપક સંપર્ક અભિયાન મારફતે અનુદાન લેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

Next Story