Connect Gujarat
Featured

સુરત : ગર્ભવતી મહિલાને ભાજપે આપી ટીકીટ, વોર્ડ નંબર -14માંથી ભર્યું ઉમેદવારીપત્ર

સુરત : ગર્ભવતી મહિલાને ભાજપે આપી ટીકીટ, વોર્ડ નંબર -14માંથી ભર્યું ઉમેદવારીપત્ર
X

સુરત મહાનગરપાલિકાની આગામી ચુંટણીમાં ભાજપે નવા ચહેરાઓને તક આપી છે ત્યારે વોર્ડ નંબર 14માં મહિલા બેઠક પર જેમને ટીકીટ આપવામાં આવી છે તેવા મહિલા ઉમેદવાર ગર્ભવતી છે. તેમણે પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરી ખાતે આવી ઉમેદવારીપત્ર ભર્યું હતું.

રાજયમાં કોરોના બાદ હવે ચુંટણીનો જંગ જામી રહયો છે. રાજયની છ મહાનગરપાલિકાઓમાં થનારી ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો શનિવારે અંતિમ દિવસ હતો. ભાજપના ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભરી દીધાં છે જયારે કોંગ્રેસની નેતાગીરી વામણી પુરવાર થઇ છે. ભાજપે આ વખતે જુના જોગીના પત્તા કાપી નવા ચહેરાઓને તક આપી ચુંટણીનો જંગ જીતવાની રણનિતિ અપનાવી છે.

સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો વરાછાના માતાવડી વિસ્તારના વોર્ડ નંબર 14 માંથી રાજશ્રી મૈસુરિયા નામની ગર્ભવતી મહિલાને ટીકીટ આપવામાં આવી છે. આજરોજ તેમણે જિલ્લા ક્લેકટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી. ભાજપના કાર્યકરોએ પણ રાજશ્રીબેનને જંગી બહુમતીથી જીતાડી લાવવાનો સંકલ્પ લીધો હતો.

Next Story