Connect Gujarat
Featured

સુરત : ભાજપના વોર્ડ નંબર -15ના મહિલા ઉમેદવારને નહિ મળે પતિનો જ મત, જુઓ શું છે ઘટના

સુરત : ભાજપના વોર્ડ નંબર -15ના મહિલા ઉમેદવારને નહિ મળે પતિનો જ મત, જુઓ શું છે ઘટના
X

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપને ફટકો પડ્યો છે. ભાજપના ઉમેદવારના પતિએ કોંગ્રેસના સ્ટેજ પર જઈને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે.

રાજકારણમાં કોઈ ક્યારેય કાયમી દુશ્મન નથી અને કોઇ કાયમી મિત્ર હોતા નથી. આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જામેલા માહોલમાં જોવા મળી રહ્યો છે. શેરી મહોલ્લાને લઈને ચાલતી ચૂંટણીનું રાજકારણ ઉમેદવારોના ઘર સુધી પહોંચી ગયું છે. સુરત મનપાની ચૂંટણીમાં ભાજપની ટીકીટ મેળવનારા મહિલા ઉમેદવારના પતિ કોંગ્રેસમાં સામેલ થઇ ગયાં છે. આમ હવે પત્ની ભાજપમાં અને પતિ કોંગ્રેસમાં છે. વોર્ડ નંબર 15માંથી ભાજપે મનીષા આહિરને ઉમેદવાર બનાવ્યાં છે. પણ તેમના પતિ મહેશ આહીર અચાનક કોંગ્રેસમાં જોડાય ગયાં છે.

મહેશ આહિરે જણાવ્યું હતું કે કહ્યું કે હું સત્યની સાથે છું અધર્મીની સાથે નથી. તેઓએ આવી વાત કરી ત્યારે કોંગ્રેસ મીટીંગમાં હજારોની ભીડ જોવા મળી હતી. આ સભાને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ગજવી હતી. ભાજપના ઉમેદવારના પતિ મતદાન પહેલા કોંગ્રેસમાં જોડાતા આ બેઠક પરના રાજકીય સમીકરણ ગણિત નવું જણાઈ રહ્યું છે. મનીષા આહીર પત્રકાર છે તો તેમના પતિ શિક્ષક છે. જો કે આખરે પતિ પત્ની બે અલગ અલગ પાર્ટીઓમાં જોડાઈ જતા સુરતમાં રાજકારણમાં નવા રંગ જોવા મળી રહયાં છે.

Next Story