Connect Gujarat
ગુજરાત

સુરત: ડુપ્લિકેટ સામાનના કાળા કારોબારનો પર્દાફાશ, 3.50 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ

સુરત: ડુપ્લિકેટ સામાનના કાળા કારોબારનો પર્દાફાશ, 3.50 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ
X

સુરત

જીલ્લાના કડોદરા નજીક આવેલા તાતીથૈયા જીઆઇડીસીમાંથી જીલ્લા એસ.ઓ.જી ની ટીમે ડુપ્લીકેટ મસાલા અને સાબૂના જથ્થાને ઝડપી નકલી સામાનના

કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે

ડુપ્લિકેટ સામાન ઝડપાયો

સુરત જીલ્લાના કડોદરા નજીક આવેલા તાતીથૈયા જી.આઈ.ડી.સી માંથી જીલ્લા એસ.ઓ.જીની ટીમે

ડુપ્લીકેટ સામાનના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

એસ.ઓ.જીની ટિમને બાતમી મળી હતી કે, તાતીથૈયા જીઆઇડીસીમાં મોટા પ્રમાણમાં અસલીના નામે ડુપ્લીકેટ સામાન વેચવાનું કૌભાંડ ચાલી

રહ્યું છે. અને આજે સુરતથી

એક ઇસમ સામાન ડીલીવરી કરવા

આવનાર છે.

પોલીસે

બાતમીના આધારે વોચ ગોઠવી ડુપ્લીકેટ સામાન

લઇને આવનાર મનોજસિંહની અટકાયત કરી ઇકો કારની તલાશી લેતા

એવરેસ્ટ કંપનીના ડુપ્લીકેટ મસાલા અને ન્હાવાના સાબૂ મોટી માત્રામાં મળી આવ્યા હતા. પોલીસે

ડુપ્લીકેટ સામાન ડિલિવરી કરનાર મનોજ સિંહ અને ખરીદનાર વેપારી બંનેની ધરપકડ કરી ૩.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ માલ

ક્યાંથી લાવવામાં આવે છે અને કોણ કોણ સંડોવાયેલું તે

દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Next Story