Connect Gujarat
Featured

સુરત : ભાગીદારોના ત્રાસથી મોટા વરાછાના બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું..!

સુરત : ભાગીદારોના ત્રાસથી મોટા વરાછાના બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું..!
X

કોરાના મહામારી વચ્ચે લોકોની હાલત કફોડી બની છે, ત્યારે હવે ધીમી ગતિએ લોકોનું જીવન રાબેતા મુજબ પણ થઈ રહ્યું છે. જોકે થોડા સમયથી ઉઠામણા સહિત વ્યાજખોરોના ત્રાસના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે મોટા વરાછાના એક બિલ્ડરે ભાગીદારોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, મોટા વરાછા વિસ્તારમાં આવેલ હરિકૃષ્ણ ડેવલોપર્સ નામના એક પ્રોજેક્ટમાં વિપુલ રંગાણીએ ભાગાદારી કરી હતી. જેમાં ભાગીદારો દ્વારા પ્રોજેક્ટના પાવર ઓફ એટોર્ની કરવા માટે વિપુલ રંગાણી ઉપર વારંવાર દબાણ કરતા હતા, ત્યારે આખરે કંટાળી જઈ વિપુલ રંગાણીએ કારમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ વિપુલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિપુલ રંગાણીએ આપઘાતના પ્રયાસ પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં ભાગીદારોના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે.

જોકે આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર વિપુલ રંગાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી ભાગીદારીમાં પ્રોજેક્ટ હેઠળ કામ કરીએ છીએ. મારા 5 ભાગીદારો મારી પાસેથી બધુ લઈ પ્રોજેક્ટના પાવર ઓફ એટોર્ની કરવા દબાણ કરે છે. અત્યાર સુધી મારા પાવરથી દસ્તાવેજો થતા હતા, જે પાવર લઈ તે લોકો દસ્તાવેજ કરવા માંગે છે. છેલ્લા 15 દિવસથી માનસિક ત્રાસ આપી રાત્રે 3-3 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખતા હતા, ત્યારે આખરે ભાગીદારોના ત્રાસથી કંટાળી જઈ વિપુલ રંગાણીએ આપઘાત કરવાનું પગલું ભરવું પડ્યું હતું.

Next Story