Connect Gujarat
Featured

સુરત : ઉત્તર ભારતીયો છઠ્ઠ પુજા તાપીના કિનારે નહીં કરે, કોરોના બન્યું કારણ

સુરત : ઉત્તર ભારતીયો છઠ્ઠ પુજા તાપીના કિનારે નહીં કરે, કોરોના બન્યું કારણ
X

સુરતમાં કોરોનાને લઈને જાહેરમાં તાપી નદી કિનારે છઠ્ઠ પૂજા આ વર્ષે નહીં યોજાય. સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીય છઠ્ઠ પૂજાના તહેવારની ઘરે રહીને જ કરશે ઉજવણી.

સુરતમાં 8 લાખ કરતા વધુ ઉત્તર ભારતીય વસે છે દર વર્ષ મોટી સંખ્યામાં શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છઠ્ઠ પૂજા કરતા હોય છે. જ્યારે કોરોનાને ધ્યાનમાં રાખી વિહાર વિકાસ મંડળ, બિહાર વિકાસ પરિષદ દ્વારા આ વર્ષ નદી,તળાવ માં છઠ પૂજા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને લીધે સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીય છઠ્ઠ પૂજાની ઉજવણી ઘરે રહી ને કરશે.

ઉ.ભારતીય લોકો દર વર્ષે તાપી નદી કિનારે છઠ્ઠની પૂજા કરતા હોય છે. ઉગતા સૂર્યની અને આથમતા સૂર્યની પૂજા કરતા હોય છે. આ વર્ષે તાપી કિનારે કોઈ વ્યવસ્થા ન કરાઇ હોવાથી ઓવારા પર લોકો એકત્ર થશે નહીં લોકોને ઓવારા પર એકત્ર ન થવા પોસ્ટર અને બેનર લગાવાયા છે. કોરોનાના કારણે સુરત મનપા દ્વારા આ વખતે જાહેરમાં પૂજા કરવા માટેની પરવાનગી આપવામાં નથી આવી. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા કરાઇ નથી.

દર વર્ષે સુરતના અડાજણ, જહાંગીરપુર, ઉધના, પાંડેસરા, સિંગણપોર વિસ્તારમાં છઠ્ઠ પૂજાનું આયોજન કરાય છે. મોટી સંખ્યામાં બિહાર અને ઝારખંડના લોકો એકત્ર થઈ સૂર્યની પૂજ કરતા હોય છે. હાલ કોરોનાને ધ્યાનમાં રાખી વિહાર વિકાસ મંડળ,બિહાર વિકાસ પરિષદ દ્વારા આ વર્ષ નદી,તળાવ માં છઠ પૂજા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીય છઠ્ઠ પૂજા ઘરે રહીને કરશે.

Next Story