Connect Gujarat
Featured

સુરત : બાળકો પાસે ભીખ મંગાવવાનું રેકેટ, મિસિંગ સેલની કાર્યવાહી

સુરત : બાળકો પાસે ભીખ મંગાવવાનું રેકેટ, મિસિંગ સેલની કાર્યવાહી
X

સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા દસ જેટલા બાળકોને રેસ્ક્યુ કરી શહેર પોલીસની મિસિંગ સેલ દ્વારા માનવિય અભિગમ અપનાવવામાં આવ્યો છે.સુરતના શહેરના બાળ સુરક્ષા ગૃહ ખાતે તમામ માસુમ બાળકોને મોકલી ભીખ મંગાવનારાઓ સામે મિસિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જે ઘટનામાં એક મહિલાની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે.

સુરત શહેરમાં આવેલ અનેક ટ્રાફિક સિગ્નલો પર માસુમ ભૂલકાઓ પાસે ભીખ મંગાવવાનું એક સુવ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે.જ્યાં માસુમ બાળકોને ટ્રાફિક સિગ્નલો પર સવારથી સાંજ સુધી ભીંખ મંગાવવામાં આવે છે.જો કે માસુમ ભૂલકાઓ પાસે મંગાવવામાં આવતી ભીખ સામે સુરત શહેર પોલીસની મિસિંગ સેલ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.સુરત પોલીસ કમિશનર ના આદેશ બાદ આવા માસુમ ભૂલકાઓ નું શહેરની મિસિંગ સેલ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.જેમાં મજુરાગેટ વિસ્તારમાં આવેલ મશાલ સર્કલ નજીકથી એક બાળક નું રેસ્ક્યુ કરાયું છે.જ્યારે સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અનુવ્રત દ્વારા નજીકથી નવ જેટલા બાળકોને રેસ્ક્યુ કરાયા છે.મજુરાગેટ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલા બાળકના માતા પિતા અમદાવાદ ખાતે મજૂરી કામ કરે છે.જ્યારે અન્ય નવ બાળકો ના માતા પિતા પણ મજૂરી કામ સાથે સંકળાયેલા હોવાની જાણકારી સામે આવી છે.જો કે બાળકો પાસે ગેરકાયદે ભીંખ મંગાવવાની આ ઘટનામાં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે.માસુમ ભૂલકાઓ જે હસતા રમતા અને શાળાએ શોભે,તેવા બાળકો પાસેથી ભર તડકામાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ મંગાવાતી હતી.જ્યાં રેસ્ક્યુ કરાયેલા હાલ તમામ બાળકોને મિસિંગ સેલ દ્વારા બાળકોના કોરોના ટેસ્ટ કરાવી બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.બાળકો ના માતા - પિતાની પણ ખરાઈ કરવામાં આવશે તેવી વાત મિશીંગ શેલ ના અધિકારે જણાવી હતી.

Next Story