સુરત: નવી સિવિલ હોસ્પીટલમાં ચાર દિવસથી પીવાના પાણીનો વેડફાટ

New Update
સુરત: નવી સિવિલ હોસ્પીટલમાં ચાર દિવસથી પીવાના પાણીનો વેડફાટ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય એમ નજરે દેખાય છે

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પીવાનું પાણી ની પરબ મૂકવામાં આવી છે પાણીનો નળ ખરાબ થઈ જવાથી છેલ્લા ચાર દિવસથી પાણીનો બગાડ થઇ રહ્યો છે. જ્યારે બીજી બાજુ ભારે પાણીની તકલીફ જોવા મળી રહી છે. તંત્રની બેદરકારીના કારણે છેલ્લા ચાર દિવસથી સતત પાણીનો બગાડ થઇ રહ્યો છે. પ્રશ્ન એ ઉભો થાય છે પાણીની પરબ પર નજીકથી જ સિવિલ તંત્રના કર્મચારીઓ પસાર થતા હોય છે. તેઓ પોતાની નજર સામે પાણીનો બગાડ થતા જોઈ રહ્યા હોય છતાં મારૂં શું અને મારે શું ની કેફીયત પ્રમાણે સબા સરકારી હૈચલતા હૈ ની નીતી તેમનામાં હોય તેમ લાગી રહ્યું છે.