Connect Gujarat
Featured

સુરત: સિવિલ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓ ઉતાર્યા હડતાળ પણ

સુરત: સિવિલ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓ ઉતાર્યા હડતાળ પણ
X

સુરત નવી સિવિલ હોસ્પિટલના 400 થી વધુ સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઉતાર્યા છે. સફાઇ કર્મચારેઓનો છેલ્લા 2 મહિનાથી તેઓનું વેતન ન મળતા કર્મચારીઓ રોષે ભરાય છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા સમય પર પગાર નહીં ચૂકવવામાં આવતા ભારે આર્થિક તકલીફો પડી રહી છે. અગાઉ પણ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં ડિનની ઓફિસની બહાર હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સફાઈ કર્મચારીઓને સમય પર પગાર મળશે તેવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ કર્મચારીઓને સમય પર પગાર નહીં મળતા આજરોજ ફરીથી સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતાર્યા હતા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી પગારની માંગ કરી હતી.

કોરોના કાળમાં પોતાના જીવને જોખમમાં મૂકી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવતા હોય છે જ્યારે બીજી તરફ સમય પર પગાર ચૂકવવામાં નહીં આવતા હોવાને કારણે કર્મચારીઓને આર્થિક રીતે મુશ્કેલીઓ વેઠવી પડે છે.

Next Story